Friday, January 10, 2025
HomeGujaratમોરબીના અયોધ્યાપુરી રોડ ઉપરથી ક્રિકેટનો સટ્ટો રમતા એક ઝબ્બે, અન્ય એકનું નામ...

મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપરથી ક્રિકેટનો સટ્ટો રમતા એક ઝબ્બે, અન્ય એકનું નામ ખુલ્યું

આઇપીએલ શરૂ થતા જ સટોડિયાઓ એ પણ નસીબ અજમાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે પોલીસ પણ આવા તત્વોને પકડવા માટે કમર કસી છે તે દરમિયાન મોરબીમાં આયોધાપુરી રોડ પરથી આઇપીએલ મેચ પર સટ્ટો રમતા એક ઇસમને ઝડપી પાડયો છે અને તેની પૂછપરછ માં એક અન્ય વ્યક્તિનું નામ ખુલતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી લાતી પ્લોટ એ ડિવિઝન પોલીસ મથકની ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે અયોધ્યાપુરી મેઈન રોડ ઉપરથી એક મોબાઈલમાં ઓનલાઇન એપ્લિકેશન દ્વારા મેચ નિહાળી બીજા મોબાઈલમાં રનફેરનો જુગાર રમતા વિનોદભાઇ ચકુભાઇ પટેલ (ઉવ.૪૨ રહે.શીવવિલા સોસાયટી નાનીવાવડી તા.જી.મોરબી)વાળાને રંગેહાથ ઝડપી લેવાયો હતો. આ સાથે પોલીસે બે મોબાઇલ તથા રોકડ રૂ.૧,૨૦૦ સહીત કુલ ૧૩,૨૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. વધુમાં પકડાયેલ ઈસમની પ્રાથમિક પૂછતાછમાં મોબાઈલમાં રનફેરનો જુગાર અન્ય આરોપી જીસાનભાઇ ચાનીયા (રહે.મોરબી) સાથે રમતો હોવાની કબૂલાત આપતા મોરબી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!