Thursday, January 9, 2025
HomeGujaratટંકારાનાં અમરાપર ગામે વાડામાંથી ચોરાયેલ પશુધન અમરેલી વેચવા ગયેલ ઈસમો ઝડપાયા

ટંકારાનાં અમરાપર ગામે વાડામાંથી ચોરાયેલ પશુધન અમરેલી વેચવા ગયેલ ઈસમો ઝડપાયા

ટંકારા તાલુકાના અમરાપર ગામે ગત માસે પશુધનની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી હતી. જેને લઈ પોલીસે ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે બનાવને પગલે અમરેલી ક્રાઈમ બ્રાન્ચે તસ્કર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડી પાડ્યા હતા. અને તેમની પાસેથી ચોરાયેલ પશુધન છોડાવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા તાલુકાના અમરાપર ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા જાકીરહુશેન આહમદભાઈ રતનીયાના વાડામાંથી ગત તા-૦૭/૧૧/૨૦૨૩ના રોજ કોઈ અજાણ્યા ઇસમો દ્વારા બે મોટા બકરા જેની કિંમત રૂપિયા ૬૦૦૦, ૫ બકરીઓ કિંમત રૂપિયા ૧૫૦૦૦ અને એક ઘેટી કિંમત રૂપિયા ૩૦૦૦ સહિત કુલ ૮ પશુધન મળી કુલ રૂપિયા ૨૪,૦૦૦ ના ૮ પશુધનની ચોરી કરી હતી. જે સમગ્ર મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ગુન્હાના આરોપીઓને અમરેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીનાં આધારે ઝડપી પાડ્યા હતા. અને આરોપીઓએ ટંકારાના અમરાપર ગામે કુલ ચોરી કરી હોવાની કબૂલાત આપતા હાલ આ મામલે ટંકારા પોલીસની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!