મોરબીના નવા સાદુળકા ગામે ગૌશાળામાં રહેતા શીવાબેન સુરેશભાઈ રબારી ઉવ.૨૪એ કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની ડેડબોડી તેણીના પતિ સુરેશભાઈ અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે સ્થળ ઉપર પહોંચી પરિણીતાના મૃત્યુ અંગે તપાસ શરૂ કરતાં સામે આવ્યું કે, ૬ વર્ષ પૂર્વે મૃતકના લગ્ન થયા હતા. હાલ તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.