માળીયા(મી) ના વવાણીયા ગામે રહેતા સોનલબેન અરવિંદભાઇ મોરવાડીયા નામના ૩૨ વર્ષીય પરિણીત મહિલાએ પોતાના ઘરે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરતા તેમના પરિવારજનો તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં ફરજ પર હાજર ડોકટરે જોઈ તપાસી સોનલબેનને મૃત જાહેર કર્યા હતા, હાલ માળીયા(મી) પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાના ૧૧ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા, ત્યારે મૃત્યુના બનાવને લઈને પોલીસે અ. મોતની નોંધ કરીને આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.