મોરબીમાં વીસીપરા વિસ્તારમાં ભાડેના મકાનમાં રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ કરવામાં આવેલ આપઘાતના પ્રયાસમાં પ્રથમ મોરબી બાદ વધુ સારવારમાં રાજકોટ લઈ જતા જ્યાં ટૂંકી સારવારમાં પરિણીતાએ દમ તોડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં ચાર ગોડાઉન નજીક ભાડેના મકાનમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાના કલ્યાણપુરા ગામના વતની રોશનીબેન રામુભાઇ બાબુભાઇ મઇડા ઉવ.૧૭ ગઈકાલ તા.૨૬/૦૭ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમમાં દુપટ્ટા સાથે ગળેફાસો ખાઇ જતા પ્રથમ સારવાર મોરબી સરકારી હોસ્પિટલમાં મેળવી બાદ રાજકોટ રીફર કરતા સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે સારવાર દરમ્યાન રોશનીબેનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.