મોરબી તાલુકાના નીચી માંડલ ગામે આવેલ ઇટાસીસ સિરામિક લેબર ક્વાર્ટર્સમાં રહેતી ૧૮ વર્ષીય પરિણીતાનું અચાનક ચક્કર આવી પડી જતા મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે લારીવારમાં શોકની લાગણી છવાઈ ગયી હતી. મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબી તાલુકાના નીચી માંડલ ગામે આવેલ ઇટાસીસ સિરામિકના લેબર ક્વાર્ટર્સમાં રહેતા રૂપાબેન દિનેશભાઈ માલી ઉવ.૧૮ને ગઈકાલે તા. ૨૩ મે ના રોજ કોઈ કારણસર અચાનક ચક્કર આવતા પડી જતા સરવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી રૂપબેનને મૃત જાહેર કર્યા હતા, ત્યારે મૃતયીની ઘટના અંગે તાલુકા પોલીસે અ.મોતની નોંધ દાખલ કરી આગળની તજવીજ શરૂ કરી છે.