Saturday, July 27, 2024
HomeGujaratમોરબીનાં પાનેલી ગામની પરિણીતાએ ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીનાં પાનેલી ગામની પરિણીતાએ ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના પાનેલી ગામની પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ફિનાઈલ પી જતા તેને તાત્કાલિક હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેને સમયસર સારવાર મળી જતા મહિલાનો જીવ બચ્યો છે. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે જાણવા જોગ દાખલ કરી આગળની કાર્યવાહી પ્રારંભી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના પાનેલી ગામની પરિણીતાએ ગઈકાલે પાનેલી ગામે આવેલ પોતાના ઘરે કોઈપણ કારણોસર ફિનાઈલ પી જતા તેને તાત્કાલિક મંગલમ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરેલ કરવામાં આવી હતી. જ્યાં તેને સમયસર સારવાર મળી રહેતા હાલ મહિલાની હાલત સ્થિર છે. ત્યારે ફરજ પરના ડોક્ટરે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરાવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, મહિલાના બે વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા.જેથી પોલીસે એ દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!