મોરબીનાં ટંકારામાં અજીબોગરીબ બનાવ સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ તેના દીકરી પાસે પાણી મંગાવતા દીકરીએ તેમને ભૂલથી એસિડની બોટલ આપી દેતા મહિલાએ એક ઘૂંટ મારતા તેનું અલગ સ્વાદ જણાયો હતું. જેથી તેણે કોગળો કરી જોતા એસિડની બોટલ હોવાનું જણાયું હતું. જેને લઇ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ટંકારાના લજાઇ ગામમાં આવેલ ધાર્મી ઓટોપ્રિન્ટ કારખાનામા રહેતી રશ્મિબેન સનીભાઈ યાદવ ગત તા.૧૭/૧૧/૨૦૨૨ ના રોજ પોતાના ઘરે સુતી હતી. ત્યારે સુતા સુતા સમયે પોતાની દીકરી નાવ્યાને ફ્રીજમાંથી પાણીની બોટલ માગતા દીકરીએ ઘરમાં પડેલ બોટલ આપતા મહિલાએ સુતા સુતા એક ધુટ પી જતા મોઢામાં અલગ સ્વાદ આવતા કોગળા કરી નાખી જોયેલ તો એસિડની બોટલ હોય પોતાના પતિને બોલાવી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, મહિલાનો લગ્ન ગાળો પાંચ વર્ષનો છે. તેમજ તેમને સંતાનમાં ત્રણ વર્ષીય મોટી દીકરી નાવ્યા તેમજ તેનાથી નાની નવ મહિનાની દીકરી કાવ્યા છે. ત્યારે સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવી છે.