ટંકારાનાં નેકનામ ખાતે પોતાના રહેણાંક મકાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેનાર મહિલાના માતાએ મૃતકના પતિ વિરુદ્ધ દીકરો ન થવા બાબતે માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારાનાં નેકનામ ખાતે રહેતી અરૂણાબેન હસમુખભાઇ લોરીયા નામની પરણીત મહિલાએ ગત 14-03-2023ના રોજ પોતાના રૂમમા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે મામલે મૃતક મહિલાની માતાએ હસમુખ ઉર્ફે અશોક મનજીભાઈ લોરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે, તેની દીકરી અરૂણાબેનને તેના પતિ હસમુખ ઉર્ફે અશોક મનજીભાઈ લોરીયાએ તેને સંતાન મા માત્ર બે દિકરીઓ જ હોય અને દિકરો ન હોય જે બાબતે તથા ઘરના કામકાજ બાબતે મેણાટોણા મારી શારીરીક માનસીક દુઃખત્રાસ આપી મરવા મજબુર કરી હતી.