મોરબી તાલુકાના જેતપર ગામે વણકરવાસમાં રહેતા ગીતાબેન પ્રવિણભાઇ પરમાર ઉવ-૩૬ ગઈકાલ તા.૨૭/૦૨ના રોજ પોતાના રહેણાંક મકાને ફળીયામાં પાણી ગરમ કરવા સારૂ ચુલામાં આગ પેટાવેલ હોય જે આગમાં પોતાની સાડીનો છેડો આગમાં અડી જતા કપડામાં આગ લાગી જતા ગીતાબેન શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા ત્યારે પરિવારજનો તેમને પ્રથમ સારવાર અર્થે જેતપર સી.એચ.સી. સેન્ટર બાદ વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલે લઈ ગયા, જ્યાંથી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમ્યાન ગીતાબેનનું મૃત્યુ નીપજ્યું હતું, પોલીસ તપાસમાં મૃતક ગીતાબેનના પતિ પ્રવીણભાઈ પરમાર પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ચૂલામાં સાડીનો છેડામાં આગ લાગ્યા બાદ અક્સ્માતે આખા શરીરે સખત રીતે દાઝી જવાના કારણે ચાલુ સારવારમાં ગીતાબેનનું મૃત્યુ થયું હોવાની વિગતોને આધારે તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ફરી છે.