મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સમગ્ર સનાતની હિન્દુ સમાજ દ્વારા હિન્દુ સામ્રાજયદિન નિમિતે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મશાલ રેલીમાં સર્વે સનાતની હિન્દુ સમાજને જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.
જાણવા મળતી વિગતો અનુસાર, હિન્દવી સ્વરાજયનો પાયો નાખનાર હિન્દુ હૃદય સમ્રાટ વીર છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને 350 વર્ષ થતાં હોય તેથી હિન્દુ સામ્રાજ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. તે નિમિત્તે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આજે રાત્રે ૯ થી ૧૦:૩૦ વાગ્યા દરમિયાન ભવ્યાતિભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ મશાલ રેલીમાં સર્વે સનાતની હિન્દુ સમાજને જોડાવવા સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ મસાલ રેલીનું આયોજન બે રૂટમાં કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ રુટ ઉમા ટાઉન શિપમાંથી શરૂ થઇ બાલા હનુમાન મંદિર, આશાપુરા પાન સ્ટોર, ગાયત્રી પ્રોવિઝન સ્ટોર, રામકૃષ્ણ ગરબી ચોક, કુળદેવી પાન થઈ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે પૂર્ણ થશે. જયારે બીજો રુટ પાવન પાર્ક (મેલડી માતાનું મંદિર)થી શરૂ થઈ ત્રુષિકેશ વિધાલય, રામેશ્વર મહાદેવ મંદિર, હાઉસીંગ મેઈન રોડ ફરીને અંતે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે પૂર્ણ થશે.