પંજાબમાં આવેલા ભયાનક પૂરથી અત્યાર સુધીમાં 2 હજારથી વધુ ગામડાઓ પ્રભાવિત થયા છે. 3.5 લાખથી વધુ લોકો બેઘર બન્યા છે અને લગભગ ચાર લાખ એકર જમીન પર ઉભેલા પાકનો નાશ થયો છે. ખેડૂતોના હજારો પશુઓ વહી ગયા છે કે ગુમ થઈ ગયા છે. ત્યારે આ પરિસ્થિતિમાં લોકોના જનજીવન પર અસર ઓછી કરવા ટંકારના મુસ્લિમ સમાજ દ્વારા નાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અને રાહત સામગ્રી પહોંચાડવાની એક વ્યાપક મુહિમ શરૂ કરાઈ છે.
પંજાબ રાજ્યમાં ભારે વરસાદના કારણે ઉભી થયેલી પૂરની પરિસ્થિતિએ જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. ગામડાઓ અને શહેરોમાં પાણી ભરાવાને કારણે લોકોનું જીવન ખોરવાઈ ગયું છે, અને મૂળભૂત જરૂરિયાતોની અછત સર્જાઈ છે. આ મુશ્કેલ સમયમાં ટંકારનો મુસ્લિમ સમાજ માનવતાના ધોરણે આગળ આવ્યો છે અને પૂરગ્રસ્તો માટે રાહત સામગ્રી પહોંચાડવાની એક વ્યાપક મુહિમ શરૂ કરી છે. રાહત સામગ્રીની વિગતો આપતા સિરાજ અબ્રાણી એ જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનો મોટો જથ્થો મોકલવામાં આવ્યો છે. આ સામગ્રીમાં ખાદ્ય સામગ્રીસરસવ તેલ 1 લીટર, 2 લીટર અને 5 લીટરના પેકિંગમાં તેમજ તેલના ડબ્બા,
લોટ અને ચોખા, લોટના કટ્ટા અને ચાવલના કટ્ટા, નાસ્તા: વેફર નમકીન બોક્સ, વિવિધ પ્રકારના બિસ્કિટ બોક્સ અને અન્ય ખાદ્ય નાસ્તાનો જથ્થો મોકલવામાં આવ્યો છે. તેમજ પુરુષો અને મહિલાઓ માટે કપડાં, નવા પેન્ટ, ટી-શર્ટ અને શર્ટનો જથ્થો, જેમાં વિવિધ સાઈઝનો સમાવેશ થાય છે. અન્ય જરૂરી ચીજવસ્તુઓગરમ કપડાં અને બેડિંગ જેમાં કંબલ, ગાદલા અને ચાદરોનો જથ્થો, જે ઠંડીના સમયમાં પૂરગ્રસ્તોને રાહત આપશે. તેમજ આર્થિક સહાય માટે રોકડ રકમ પણ મોકલવામાં આવી છે. ટંકારના મુસ્લિમ સમાજે આ મુહિમ દ્વારા પૂરગ્રસ્ત લોકોની મદદ કરવાનો ઉમદા હેતુ રાખ્યો છે. આ પ્રયાસ દ્વારા તેઓએ એકતા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમાજના સભ્યો દ્વારા એકઠી કરવામાં આવેલી આ સામગ્રી ઝડપથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહી છે, જેથી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત મળી શકે મુશ્કેલ સમયમાં ટંકારના મુસ્લિમ સમાજની આ માનવતાસભર પહેલાની ચૌમેર પ્રશંસા થઈ રહી છે. તેમના દ્વારા મોકલવામાં આવેલી રાહત સામગ્રી અને રોકડ સહાય પૂરગ્રસ્તોના જીવનમાં આશાનું કિરણ લાવશે. આ પ્રયાસ અન્ય સમાજો માટે પણ પ્રેરણાદાયી બનશે, જેથી વધુ લોકો આવી મુશ્કેલીઓમાં એકબીજાને મદદ કરવા આગળ આવે.