Wednesday, January 15, 2025
HomeGujaratટંકારા તાલુકાના ધ્રોલિયા ગામ નજીક આવેલ ફેકટરીમાં મોડી રાત્રે વિકરાળ આગ ભભૂકી:ફાયરબ્રિગેડે...

ટંકારા તાલુકાના ધ્રોલિયા ગામ નજીક આવેલ ફેકટરીમાં મોડી રાત્રે વિકરાળ આગ ભભૂકી:ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો

ઘટનાની વિગત મુજબ મિતાણા પડધરી રોડ પર આવેલ ધ્રોલિયા ગામ નજીક આવેલ આ અને રબ્બરની આઈટમ બનાવતી ગ્રીનેસ્ટા રબ્બર પ્રા. લી. ફેકટરીમાં ગત મોડી રાત્રે વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી.

- Advertisement -
- Advertisement -

જેને પગલે આજે વહેલી સવારે મોરબી ફાયર વિભાગને જાણ થતાં જ મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ફાયરની ટીમ રવાના થઇ હતી અને ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં અંદાજે પાંચ થી છ કલાક બાદ આગ પર કાબુ મેળવી લેવામાં મોરબી ફાયરની ટીમને સફળતા મળી હતી.

જોકે આ આગમાં સદનસીબી કોઈ જાન હાનિ થવા પામી નથી પરંતુ શેડમાં પડેલ કાચો માલ આગમાં ભસ્મીભૂત થઈ ગયો છે અને તેમાંથી ફરીથી આગ સક્રિય ન થાય તે માટે આ સળગેલા જથ્થાનો યોગ્ય નિકાલ કરવા માટે મોરબી ફાયરની ટીમ હાલ જહેમત ઉઠાવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!