મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઉંચી માંડલ ગામના બસ સ્ટેન્ડ પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જોવામાં આવતા તેને રોકી તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની સિગ્નેચર પ્રીમિયમ ગ્રીન વ્હિસ્કીની ૫ નંગ બોટલ કિ.રૂ.૩,૭૫૦/-મળી આવી હતી. આ સાથે આરોપી શક્તિ બનેસંગભાઇ બારડ ઉવ.૨૫ ધંધો-ગેરેજ રહે-તક્ષશીલા સ્કુલની બાજુમાં નીચી માંડલ તા.જી.મોરબીવાળાની ધરપકડ કરવામાં આવી હતી. તાલુકા પોલીસે પકડાયેલ આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.