મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાવડી રોડ ઉપર સુમતીનાથ સોસાયટીની બાજુમાં એક વ્યક્તિ શંકાસ્પદ નીકળતા તેને રોકી તેની અંગ ઝડતી લેતા પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ રોયલ સ્ટગની અડધી બોટલમાં આશરે ૩૫૦મીલી. જેટલુ પ્રવાહી મળી આવ્યું હતું, જેથી તુરંત આરોપી કિશોરભાઈ મનુભાઈ વિસાણી ઉવ.૪૭ રહે.મોરબી આનંદનગરવાળાની ધરપકડ કરી તેની વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.