મોરબી સબ જેલમાં રહેલ બંદીવાન ભાઈઓ માટે જનરલ બીમારી અને ચામડીના નિષ્ણાત ડોકટરો નો મેડિકલ કેમ્પ સિવિલ હોસ્પિટલ મોરબીના સહયોગથી રાખવામાં આવ્યો હતો.
રાજ્યમાં અનેક લોકો ગુન્હો કર્યા બાદ જેલમાં જતાં હોય છે. ત્યારે જેલમાં બંધ વ્યક્તિઓ પણ માનવી છે. તેવો અભિગમ સાથે મોરબી સબ જેલમાં રહેલ બંદીવાન ભાઈઓ માટે જનરલ બીમારી તેમજ ચામડીના રોગો ને લઇને નિષ્ણાત ડોકટરો દ્વારા નિદાન સારવાર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી સિવિલ હોસ્પીટલના સહયોગથી મેડિકલ કેમ્પ યોજાયો હતો. જે મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ અને જેલર પી.એમ.ચાવડા અને જેલ સ્ટાફ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો.