Monday, February 24, 2025
HomeGujaratભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના રોડ શો ની પુર્વ તૈયારીના ભાગરૂપે મોરબી જિલ્લા ભાજપની...

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના રોડ શો ની પુર્વ તૈયારીના ભાગરૂપે મોરબી જિલ્લા ભાજપની બેઠક યોજાઇ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે હોઈ ત્યારે મોરબી ખાતે આગામી તારીખ ૨૦ ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો રોડ શો યોજાશે જેની તૈયારીના ભાગરૂપે મોરબી જિલ્લા ભાજપ દ્વારા બેઠક યોજવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આગામી દિવસોમાં ગુજરાત પ્રવાસે હોઈ ત્યારે આગામી તારીખ ૨૦ના રોજ મોરબી ખાતે તેમના સ્વાગતમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે યોજવામાં આવનાર જન પ્રતિનિધિઓ ના સંમેલનમાં ભાગ લઈ જે.પી.નડ્ડા મોરબી ખાતે મોરબીની જનતા વચ્ચે વિશાળ રોડ શોમાં જોડાશે. જેમાં ૫૦ હાજર થી વધુ લોકો જોડાશે. ત્યારે આ કાર્યક્રમને અનુસંધાને મોરબી કચ્છ ના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા એ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માં ૩૦ જેટલા સ્લોટ ગોઠવવામાં આવ્યા છે. ઉપરાંત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તેમજ ભાજપના તમામ કાર્યકરો અને આગેવાનો સહિત મોરબીની જાહેર જનતા આ વિશાળ રોડ શોમાં જોડાશે એવી આશા વ્યક્ત કરી હતી .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!