શિક્ષકોના પડતર પ્રશ્નોના નિવેડા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત કમાન્ડ એન્ડ કંટ્રોલ, ગાધીનગર ખાતે મિટીંગ યોજાઈ હતી.
ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી તથા રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ડો.વિનોદ રાવ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓની હાજરીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક યોજાઇ હતી. જેમાં શિક્ષણ જગતના પ્રાથમિક /માધ્યમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરવામાં આવી હતી.આ તકે મંત્રી દ્વારા આગામી સમયમાં પડતર પ્રશ્નો ઉકેલવા માટે અધિકારીઓ તથા નાણાવિભાગ સાથે મિટીંગ યોજવા સંમતિ દર્શાવી છે માધ્યમિક સંવર્ગના જુના શિક્ષકોની ભરતી અંગે અપીલમાં જવા અંગેના સમાચાર આ અંગેની શિક્ષણમંત્રીને ઊંડાણપૂર્વક રજૂઆત કરી જૂના શિક્ષકની ભરતી સત્વરે કરવા માંગ કરવામાં આવી હતી. વધુમાં પ્રવાસી શિક્ષકોનો વિષય ઝડપથી પૂર્ણ થશે તેવી ખાત્રી આપવામાં આવી હતી.
પ્રાથમિક સંવર્ગ બોન્ડ સહિતના અગાઉ ચર્ચા કરી નિર્ણય કરેલા તમામ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવશે તેમજ પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવે તે માટે સરકાર પ્રયત્નશીલ છે તેમ મંત્રીએ જણાવ્યું હતુ. આ બેઠકમાં ભીખાભાઇ પટેલ, રમેશભાઈ ચૌધરી, મિતેષ ભાઈ ભટ્ટ, રતુભાઈ ગોળ, અમરીશભાઈ ઝિંઝુવાડીયા, અનિલભાઈ રાઠવા, પરેશભાઈ પટેલ, જીગ્નેશભાઈ શાહ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી ઉપસ્થિત રહ્યા હતા.