દિવાળી, ઇદ સહિતના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ રીતે અને ભાઈચારાની ભાવના સાથે તહેવારોની ઉજવણી કરાઇ તે માટે મોરબી બી ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી બી ડિવિઝન પીઆઇ વિરલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તહેવારોના આગમન અંગેની વિગતવાર ચર્ચા કરાયા બાદ આગામી તહેવારોની શાંતિપૂર્ણ અને કોમી એખલાસભેર ઉજવણી કારવાની અગ્રણીઓએ ખાતરી આપી હતી.