Wednesday, December 25, 2024
HomeGujaratજવાહર નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાલય પ્રબંધન તથા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

જવાહર નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાલય પ્રબંધન તથા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

મોરબી જિલ્લાના કોઠારીયા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે ગઈકાલે વિદ્યાલય પ્રબંધન તથા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાલયની વિભિન્ન ગતિવિધિઓ અને પ્રવૃત્તિઓ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જવાહર નવોદય વિદ્યાલયના જણાવ્યા અનુસાર, જવાહર નવોદય વિદ્યાલય કોઠારીયા જીલ્લો મોરબીમાં ગઈકાલે તા.14 -09- 2023 ના રોજ વિદ્યાલય પ્રબંધન તથા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, કલેકટર તથા નવોદય વિદ્યાલય મોરબીના અધ્યક્ષ શ્રીમાન જી.ટી પંડ્યા, કાર્યપાલક એન્જિનિયર હિતેશભાઈ આદરોજા, જિલ્લા શિક્ષણ અધિકારી રાણીપા તથા જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીના પ્રતિનિધિ તથા કોઠારીયાના પૂર્વસરપંચ કિશોરસિંહ ઝાલા તેમજ વાલીના પ્રતિનિધિ તરીકે ભરતભાઇ બોપલિયા અને શીતલબેન બારૈયા ઉપસ્થિત રહ્યા હતા.જેમાં વિદ્યાલયની વિભિન્ન ગતિવિધિઓ અને પ્રવૃત્તિઓ અંગેની ચર્ચા કરવામાં આવી સાથોસાથ વિદ્યાલયમાં આવાસીય, શૈક્ષણિક, ભોજન સંબંધી પણ ચર્ચા કરી હતી. તેમજ હિન્દી પખવાડાનું ઉદ્ઘાટન સાંસદ તથા કલેકટરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાલયમાં ઘટતી સુવિધાઓની આપૂર્તિ કરવા માટે બંને સાંસદોએ 10-10 કોમ્પ્યુટર તથા બે-બે સ્માર્ટ બોર્ડ ફાળવવાનું આશ્વાસન આપ્યું તથા કલેકટરે વિદ્યાલયના ક્રીડાંગણને વિકસિત કરવા માટે આશ્વાસન આપેલ હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!