આગામી થોડા દિવસોમાં નવરાત્રીનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે નવરાત્રીના આ પર્વમાં પદયાત્રીઓની અવર જવર ચાલુ થશે. આ પદયાત્રીઓની સુરક્ષા નિશ્ચિત કરવી અતિ આવશ્યક છે.
માહિતી બ્યુરો, મોરબીનાં જણાવ્યા અનુસાર, પદયાત્રીઓની સુરક્ષા નિશ્ચિત કરવા માટે રોડ સેવા કેમ્પ રોડની જમણી બાજુએ રાખવા ફરજિયાત હોય તે સબંધમાં મીટીંગનું આયોજન પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મોરબી ખાતે રાખવામાં આવી છે. કેમ્પ લગાવતા તમામ સંસ્થા/વ્યક્તિઓએ તા.૬-૧૦-૨૦૨૩ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે મીટીંગમાં હાજર રહેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મોરબી તેમજ સભ્ય સચિવ જિલ્લા રોડ સેફ્ટી કમિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું.


 
                                    






