સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ની સૂચના મુજબ બેઠક નું આયોજન થયું
હળવદ એ પ્રગતિશીલ તાલુકો છે હળવદ માં વસ્તી પણ દિન પ્રતિદિન વધતી જાય છે અને ધંધા વ્યાપાર અને APMC પણ પ્રગતિ ની એક નવી ઊંચાઈ સર કરી રહ્યું છે અને ખેતી ક્ષેત્રે પણ હળવદ અવ્વલ છે ત્યારે હળવદ ગુજરાત અને બીજા રાજ્યો માંથી ખેત મજુરો અને અન્ય શ્રમજીવીઓ ખુબ મોટી સંખ્યા માં આવે છે ત્યારે હળવદ થી અન્ય શહેરો માં આવવા તથા જવા માટે ની કનેક્ટિવિટી સરલતા થી ઉપલબ્ધ થાય તથા હળવદ તાલુકા ના મુસાફરો ની સુવિધાઓ માં વધારો થાય તેવા શુભ આશય થી સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ની સૂચના મુજબ હળવદ ખાતે એસ.ટી નિગમ ના રાજકોટ વિભાગ ના વિભાગીય નિયામક જે.બી.કલોત્રા દ્વારા હળવદ ના વેપારી આગેવાનો અને સામાજિક રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી હતી.
જેમાં અનેકવિધ લોક હિત ના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને તે પ્રશ્નો નું સત્વરે નિરાકરણ થાય તે માટે ઘટતી કાર્યવાહી કરવા વિભાગ ના અધિકારી દ્વારા કટિબદ્ધતા દર્શાવી હતી લોક પ્રશ્નો માં આ મુજબ ના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા હળવદ સરા ચોકડીથી બપોર પછી ભૂજ બાજુની મોટા ભાગની બસો બાયપાસ જાય છે જે ચોકડી બાયપાસ જતી બસો બસ સ્ટેન્ડથી જાય તેમ કરવું,મોરબી – સૂરત , ભૂજ – સૂરત, ભૂજ – વડોદરા લક્સરી, એક્સપ્રેસ બસ હળવદ બસ સ્ટેન્ડ નથી આવતી તે બસો બસ સ્ટેન્ડ થઈને જાઈ, મોટા ધાર્મિક સ્થળે જવાય તે માટે હળવદ થી સોમનાથ, હળવદ થી દ્વારકા અને હળવદ થી અમરેલી બસ શરૂ કરવામા આવે , રાજકોટ જવા માટે સવારે બસ ગયા પછી એક પણ બસ નથી.
બપોરે 12 વાગ્યે હળવદ થી રાજકોટ વાયા મોરબી બસ ચાલુ કરવી,બપોર 11.00 વાગે મોરબી બસ ગયા પછી 12.45 બસ આવે છે એટલે વચ્ચે ના સમય માં લોકલ બસ ચાલુ કરવી જેના કારણે ગામડાંના લોકો અને વિધાર્થી ભાઈ બહેનો ને પણ સુવિધા મલે , વાંકાનેર -રાજકોટ સવારે જતી બસ અને રાજકોટ – મોરબી- ધ્રાંગધ્રા જે રાજકોટ થી રાત્રે 08.30 ઉપડે તે પણ ચાલુ રાખવી , હળવદ બસ સ્ટેન્ડ માં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડ મૂકવા , પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવી , ચોકડી ખાતે પિકઅપ સ્ટેન્ડ નું નિર્માણ કરવું , દેવિપુર ગામ ને બસ નો સ્ટોપ આપવો , ચરાડવા – ઈશ્વરનગર વિદ્યાર્થીઓ માટે નવો રૂટ શરૂ કરવો, ગ્રામ્ય વિસ્તાર માં નવા બસ રૂટ શરૂ કરવા સહિત અનેક લોક પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી હતી જેમાં શક્ય તેટલા પ્રશ્નો નું નિરાકરણ લાવવા અધિકારીશ્રી દ્વારા કટિબદ્ધતા દાખવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ માં સૌ પ્રથમ વખત આ પ્રકારે એસ.ટી વિભાગ ના ઉચ્ચ અધિકારી દ્વારા બેઠક યોજી અને લોકો ના પ્રશ્નો ને વાચા આપી છે.