વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી કાર્યલય ખાતે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા ની અધ્યક્ષતામાં મિટિંગની આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના તા. ૨૬/૦૩/૨૦૨૫ ના રોજ મોરબી જિલ્લાના કાર્યક્રમને લઈને મિટિંગનું આયોજન કર્વકાના આવ્યું હતું…
વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં કાર્યાલય ખાતે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તા. ૨૬/૦૩/૨૦૨૫ ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીની પાવન ધરા પર પધારવાના છે. જેને લઇને વાંકાનેર ટાઉન હોલ ખાતે મિટિંગ યોજાઈ હતી. જે મિટિંગમા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ડિંપલબેન સોલંકી, પ્રજ્ઞેશભાઈ પટેલ, પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયા, અશ્ચિનભાઈ મેઘાણી, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા, વીનુભાઈ કટારીયા, પ્રભુભાઈ વિંઝવાડીયા, સંગીતાબેન વોરા, કીશોરસિંહ ઝાલા સહિત બહોળી સંખ્યામાં વાંકાનેર શહેર તેમજ તાલુકાનાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ નવનિયુક્ત મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેમજ મુખ્યમંત્રીના કાર્યક્રમને લઇને ચર્ચા કરવામાં આવી હતી.