આજરોજ અગરીયાને વળતર બાબતે મોરબી જિલ્લા ઉધોગ દ્વારા મીટીંગ બોલાવવામાં આવી હતી જેમા હળવદ અને માળિયા તાલુકાના અગરીયાઓને પણ બોલાવવામાં આવ્યા હતા અને સરકારે જે જાહેરાત કરી પ્રતિ એકર ૩૦૦૦ ની સહાય જાહેર કરી એ અગરીયા ને કેવી રીતે મળશે એ વિસ્તૃતથી સમજાવામા આવ્યા હતા જેનો લાભ દશ એકર મા મીઠું પકવતા મોરબી જિલ્લા ના તમામ અગરીયા લાભ લઇ શકશે એવુ મોરબી જિલ્લા ઉધોગ દ્વારા જાહેર કરવામા આવ્યું હતું
આ તકે અગરીયા ભાઇઓએ ગુજરાત સરકાર અને મોરબી જિલ્લા ઉધોગ નો આભાર માન્યો હતો.જેમા હળવદ તાલુકાનાં અગરીયા પરમાર વિરમ, સંતોષ પાટડીયા,મુનાભાઇ મુલાડિયા,ભરતભાઇ,પ્રકાશભાઇ જોડાયા હતા અને સાથે પત્રકાર મિત્રો નો પણ આભાર માન્યો હતો. માળીયા તાલુકાના મારુતસિહ અને દેવાભાઇ આહિર પણ જોડાયા હતા.