મોરબીમાં વેકેશન કે બહાર ગામ ગયેલ લોકોના ઘરમાં થતી મિલ્કત સંબધી ચોરીઓના બનાવો અટકાવવા તેમજ મહિલા સુરક્ષા માટે મોરબી પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યું છે. જેને લઈ આજ રોજ મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલા અને પીઆઇ એચ.એ.જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે થતી મિલ્કત સંબધી ચોરીઓના બનાવો અટકાવવા અને મહિલા સુરક્ષા માટે મોરબી પોલીસ દ્વારા આજે મોરબી સીટી એ ડિવિઝન ખાતે ટ્યુશન, સ્કૂલ તથા કોચિંગ ક્લાસના સંચાલકો સાથે બેઠક યોજી હતી. જે બાદ સાંજના સમયે સોસાયટી ફ્લેટ કે એપાર્ટમેન્ટના પ્રમુખો સાથે મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં બેઠક યોજી હતી. જેમાં પ્રમુખો સાથે ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલા અને પીઆઇ એચ.એ.જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મિલ્કત સંબધી ચોરીઓના બનાવો અટકાવવા તકેદારીના પગલાં લેવા અને લોક જાગૃતિ લાવવા માટે તેમજ મહિલા સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી કરવા રેન્જ આઇજી દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા જેને લઈને મોરબી પોલીસ દ્વારા બેઠક યોજાઈ હતી. તેમજ બેઠકમાં ટ્રાફિક, રોમિયોનો ત્રાસ જેવા પ્રશ્નો અને સમસ્યાઓ જાણીને જરૂરી કાર્યવાહી કરવા ખાતરી પણ આપી હતી.