વિશ્વ હિન્દુ પરિષદની મહિલા પાંખ એટલે દુર્ગાવાહિની અને માતૃશક્તિ. ૧૫ થી ૩૫ વર્ષની દીકરીઓ માટે દુર્ગાવાહિની કામ કરે છે, જ્યારે ૩૫ વર્ષથી ઉપરની બહેનો માટે માતૃશક્તિ નામનું સંગઠન કામ કરે છે. ત્યારે દુર્ગાવાહિની આયામના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજીકા ડો. નમ્રતાબેન રૈયાણી આજે મોરબીના પ્રવાસે આવ્યા હતા. અને દુર્ગાવાહિનીની દીકરીઓ સાથે બેઠક કરી હતી.
દુર્ગાવાહિનીના જણાવ્યા અનુસાર, આજ રોજ મોરબી ખાતે મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના દુર્ગાવાહિની આયામના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજીકા ડો. નમ્રતાબેન રૈયાણી અને પશ્ચિમ કચ્છ ના સહ સંયોજીકા પ્રવાસે આવ્યા હતા. આ પ્રસંગે મોરબી જિલ્લા દુર્ગાવાહીની આયામના જવાબદાર ભગીની તથા કાર્યકર્તા દીકરીઓ સાથે બેઠક કરી એ દરમિયાન લવ જિહાદ, નારી શક્તિ તથા દુર્ગાવાહીની દ્વારા આગામી સમયમાં આવનાર કાર્યક્રમો તથા ઉત્સવો કરવા વગેરે વિષયની ચર્ચા કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મોરબીના જવાબદાર ભાઈઓ સાથે પણ બેઠક કરવામા આવી હતી.