મોરબીમાં સર્કિટ હાઉસ ખાતે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના ઉપપ્રમુખ ડો.હેમાંગ વસાવડાની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ ની તમામ પાંખો ના આગેવાનો અને સભ્યો ને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી નગરપાલિકા ની તેમજ લોકસભાની ચૂંટણી અંગે ચર્ચાઓ કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોરબી નગરપાલિકા સુપર સીડ થઈ છે અને આગામી સમયમાં ચૂંટણી પણ યોજાઈ શકે છે ત્યારે આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડૉ. હેમાંગ વસાવડા એ જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકા ભાજપના જ ભાર થી તૂટી ને સુપરસિડ થઈ છે અને આગામી સમયમાં ચૂંટણી આવશે તો મોરબી પાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર થયેલ આક્ષેપ મામલે વાત કરતા જણાવ્યું હતું કે રોંગ બોક્ષ માં મૂકી હાલમાં ઉલટા ચોર કોટવાલ કો ડાંટે જેવી સ્થિતિ ઉભી થઇ છે યુવરાજસિંહ દ્વારા અનેક કૌભાંડો ને ખુલ્લા પાડવામાં આવ્યા છે ત્યારે આ સરકારે લોકશાહી ના તમામ ધારા ધોરણ ને નેવે મૂકી દીધા છે અને સાચી વાત કરનારા લોકોને દબાવવાનો આખો કાર્યક્રમ હોય છે.