મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની આગામી મોહરમ-તાજીયા તહેવારની તૈયારીઓને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાહુલ ત્રિપાઠી દ્વારા વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ તેમજ વિવિધ મુદ્દે સૂચના આપવમાં આવી હતી.
મોરબીમાં આગામી મોહરમ-તાજીયા તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ દ્વારા મહોલ્લા કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં મોરબી શહેરમાં નીકળનાર તાજીયા અન્વયે મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને તાજીયા કમિટીના આગેવાનો સાથે મીટીંગ કરવામાં આવી હતી. તેમજ વીજ વાયરો, વરસાદી વાતાવરણ હોય કોઈ અનિચ્છનીયમ બનાવ ન બને તે માટે કોઈ ખોટી અફવા ઉપર ધ્યાન ન આપવા સમયસર તાજીયા માતમમાં બાબતે તેમજ કોમી એકતા સાથે તહેવારની ઉજવણી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી