હળવદ મધ્યે આવેલ શ્રી ગાયત્રી માતાજી મંદિર (બ્રાહ્મણ ની ભોજનશાળા) ખાતે આગામી ૧૭ તારીખે રામનવમીના શુભ પવિત્ર દિવસે શ્રી રામોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેને લઇને આજરોજ એક મિટિંગ યોજવામાં આવી હતી.
હળવદમાં આવેલ શ્રી ગાયત્રી માતાજી મંદિર (બ્રાહ્મણી ની ભોજનશાળા) ખાતે આગામી તા. ૧૭ ને રામ નવમી ના પવિત્ર દિવસે શ્રી રામોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. જે અનુસંધાને આજરોજ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હળવદના વેપારી, અગ્રણીઓ, સામજિક આગેવાનો, સેવાકીય સંસ્થાના સંચાલકો સહિત હળવદના તમામ સમાજ અને તમામ વર્ગના અગ્રણીઓ અને કાર્યકર્તા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અને શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી દીપકદાસજી મહારાજ સહિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું.