મોરબીમાં જીલ્લા કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે સંચારી રોગ અટકાયત માટેની જીલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે દરેક ગ્રામ પંચાયત સરપંચ/તલાટી મંત્રી પીવાના પાણીનું નિયમિત કલોરીનેશન થાય તે માટે પંચાયત મારફતે ક્લોરીન પાવડર ખરીદી કરવા તથા તેનું મોનીટરીંગ કરવા સુચના આપવામાં આવી હતી.
હાલમાં ઠંડીની ઋતુમાં સિઝનલ ફ્લુના કેસમાં વધારો ન થાય તે માટે ફિલ્ડમાં કોલ્ડ વેવ્સ સંબંધિત કામગીરી કરવા તથા જાહેર મેળાવડાના સ્થળે લોકો સમુહમાં એક્ઠા ન થાય તે બાબતે જાગૃત કરવા જણાવવામાં આવ્યું હતું. વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’માં કરેલ સુચન મુજબ સમાજમાં એન્ટી-બાયોટીકનો વધુ પડતો ઉપયોગ અટકાવવા માટે ડૉકટરના પ્રિસ્ક્રિપ્શન વગર જાતે એન્ટી-બાયોટીકનો ઉપયોગ ન કરે તે માટે લોકોને જાગૃત કરવા જણાવવામાં આવ્યું હતું તેવું મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવની યાદીમાં જણાવવામાં આવ્યું છે.









