તહેવાર નિમિતે લોકો ઉજવણીમાં વ્યસ્ત હોય ત્યારે ચોરી કે લૂંટફાટ કરતા લોકો ગેરલાભ ઉઠાવીને ચોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે.
ત્યારે આ પ્રકારના બનાવો ને રોકવા માટે ગુજરાત પોલીસે કમર કસી હોય જેથી તહેવારમાં ચોરી કે લૂંટફાટના બનાવો ન બને તેમજ તેને અટકાવી શકાય તે માટે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. જેને અનુસંધાને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી તથા દિવાળીના તહેવારને અનુસંધાને તકેદારી રાખવા માટે બેન્ક મેનેજર તથા આંગણીયા પેઢીના માલિકો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તહેવાર નિમિતે નાણાની હેરફેર તહેદારી રાખવા સાથે પોલીસ પેટ્રોલિંગ તેમજ વેપારીઓને જાગૃત રહેવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ લાગે તો પોલીસનો સંપર્ક સાધવા લોકોને અપીલ કરવામાં આવી છે.