જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે વોર્ડ નંબર ૫ ના ઉમેદવારોના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીએ સભાનું આયોજન કર્યું છે. જેમાં ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા તથા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં સભા યોજાશે.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચુંટણી 2025 યોજાઇ રહી છે. ત્યારે વોર્ડ નં. 5 ના ઉમેદવારો રાણીબેન પરમાર, વિનસ હદવાણી, સોનલબેન પનારા અને સંજયભાઈ ધોરજિયા ભાજપના ઉમેદવાર તરીકે ઉભા છે. ત્યારે ભાજપના ઉમેદવારના સમર્થનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બ્રિજેશ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં સભાનું આયોજન કરાયું છે. જેમાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ ધુલેશિયા અને સામાજિક અગ્રણી અને યુવા ઉદ્યોગપતિ કલ્પેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.જે સભામાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવાયું છે.