મોરબી: ભારતના (સંવિધાન) બંધારણના ઘડવૈયા વિશ્વ રત્ન મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી શહેરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે.
ત્યારે આગામી 14 એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ અનુસંધાને આગામી તારીખ 1 એપ્રિલને મંગળવારના રોજ સાંજે 5:30 કલાકે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, મહાનગરપાલિકા મોરબી ખાતે સમગ્ર અનુ.જાતિ સમાજની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં બહોળી સંખ્યામા સમાજના લોકોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.