વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતના કારીગરો તેમના હુન્નર થકી આર્થીક રીતે સઘ્ઘર થાય અને દેશનું નામ રોશન કરે તે આશયથી વિશ્ર્વકર્મા કૌશલ સન્માન યોજના બનાવવામાં આવેલ છે.રાજય દેશના કારીગરો માટે વિશ્ર્વકર્મા કૌશલ સન્માન યોજના કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત આજરોજ મોરબીના રવાપર ગામે ઉમા હોલ ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે આજે સવારે સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોદી સરકારના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા સર્વે સમાજના કાર્યકરોની સુખાકારીને ધ્યાનમાં રાખીને ભારતીય અર્થ વ્યવસ્થાના કામદારો, કારીગરો કે જેઓ તેમના હાથ અને સાધનોથી કામ કરે છે, આ પરંપરાગત કારીગરો અને ડસ્તકલા કારીગરો માટે આ મેગા કેમ્પનું આયોજ કરવામાં આવ્યું હતું. જેમાં દરજી, ધોબી, ઢીંગલી, અને રમકડાની બનાવટ (પરંપરાગત), વાણંદ (નાઈ), શિલ્પકાર, મુર્તિકાર, પથ્થરની કામગીરી કરનાર, ફુલોની માળા બનાવનાર, કુંભાર, કડીયા, લુહાર, સુથાર, મોચી, સોની, બાસ્કેટ મેટ સાવરણી બનાવનાર, બખ્તર બનાવનાર (આર્મરર) બોટ બનાવનાર હથોડી અને ટુલકીટ બનાવનાર, તાળા રીપેર કરનાર સહિતના હાથ વડે કામગીરી કરતા તમામ કારીગરો આ યોજનાનો લાભ લીધો હતો. તેમજ કોઈપણ કારીગરો પાસે આ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ, બેંકની વિગત, રાશનકાર્ડ અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવા જરૂરી હોવાનું અગાઉથી જણાવવામાં આવ્યું હતું.