Sunday, December 22, 2024
HomeGujaratહળવદનાં માનસિક અસ્વસ્થ યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત : ટીકર રોડ પાસેથી...

હળવદનાં માનસિક અસ્વસ્થ યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત : ટીકર રોડ પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી

હળવદમાં એક જ દિવસમાં બે અપમોતનાં બનાવો સામે આવ્યા છે. જેમાં એક માનસિક અસ્વસ્થ યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. જયારે હળવદના ટીકર રોડ પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, હળવદના જુના દેવળીયા ગામ ખાતે રહેતો સોમાભાઇ ઉર્ફે લાલબાદશાહ નાનજીભાઇ રાઠોડ નામનો યુવક કે જે માનસિક અસ્વસ્થ હોય અને ગઈકાલે બપોરના સમયે તળાવમાં ન્હાવા કે કે તળાવમાં કમળના ડોડવા ખાવા પાણીમાં પડતા તળાવમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ સ્થાનિકોએ તેની લાશ બહાર કાઢી વશરામભાઇ મુળજીભાઇ સોલંકીએ સમગ્ર મામલે હળવદ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને યુવકની અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમાં, હળવદ પોલીસ સ્ટેશન વિસ્તરમાં આવેલ ટીકર રોડ પર એક અજાણ્યા પુરુષની લાશ પડી હોવાનું કંટ્રોલ રૂમમાં ફોન આવતા હળવદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને અજાણ્યા શખ્સની લાશ કબ્જે કરી પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી છે. અને સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરી આ અજાણ્યો પુરુષ કોણ છે અને તેનું મોત ક્યાં કારણોસર થયું તે અંગેની તપાસ હાથ ધરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!