દેશભરમાં રોશનીનો તહેવાર દિવાળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. કોઇ શોપિંગ કરી રહ્યું છે તો કેટલાક તેમના ઘરને સજાવવામાં વ્યસ્ત છે. દિવાળીના શુભ અવસર પર રંગોળી બનાવવાની પરંપરા પણ વર્ષોથી ચાલી આવે છે. ત્યારે શ્રમ આરોગ્ય એમ્બ્યુલન્સ મોરબીના સ્ટાફ દ્વારા ટંકારા ખાતે આવેલ બાલાજી પોલીપેક ખાતે દિવાળી પર્વ નિમિત્તે મેસેજ રંગોળી બનાવીને સામાજિક જવાબદારી અંગે વાકેફ કર્યા હતા. આ રંગોળીમાં ‘સ્વસ્થ અને તંદુરસ્ત જીવન’ તેમજ બીમારીથી બચવાનો મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ રંગોળી તૈયાર કરવામાં ડો. ટિંવ્કલ ચૈતન્યસ્વામી, ડો. વિક્રાંત યાદવ, પાયલોટ રવિભાઈ કુબાવત, લેબ ટેક્નિશિયન મુસ્કાન વડોદિયા, પેરામેડિકલ નરેશ ઠાકોર, ફાર્માસિસ્ટ શૈલેષ ચૌહાણ દ્વારા રંગોળી તૈયાર કરીને આ મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.