હળવદમાં ફરસાણ ની દુકાન ધરાવતા વણિક આધેડ એ વ્યાજના વિષચક્રમાં આવી જતા ઝેર ગટગટાવી લીધું હતું જેને સારવાર માટે મોરબી સીવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ આધેડ વ્યાજ ભરી ન શકતા વ્યાજ ની ચુકવણી તો એક બાજુ રહે પણ ચૂકવેલ રકમ પણ વ્યાજ ની પેનલ્ટી ભરવામાં જતી રહેતી હતી જેથી વણિક આધેડ એ ના છુટકે આ પગલું ભયૉ નું જાણવા મળી રહ્યું છે.
હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજના વિષચક્રમાં હળવદનું યુવાધન ડુબી રહ્યું છે. ફાયનાન્સ ઓઠા હેઠળ વ્યાજ વટાવનો ધીકતો ધંધો ફુલ્યો ફાલ્યો છે.૧૦થી ૧૫ ટકા વ્યાજે રૂપિયા લેનાર કેટલાય યુવાનો હળવદ છોડી જતા રહ્યા છે.બરબાદ થઈ રહ્યા છે.શહેરમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના સકંજામાં સપડાયુ છે, ૧૦થી ૧૫ ટકા જેટલું વ્યાજ ન ધરી શકનાર અનેક યુવાનો ગામ છોડી ગયા ની ચકચાર. ડેઇલી સ્કીમ પૈસા લઈને અનેક નાના વેપારીઓ પાયમાલ થઇ રહ્યા છે.મધ્યમ વર્ગના લોકોનું જીવવું દોહ્યલું બન્યું છે. છેલ્લા ઘણા સમયથી ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગના અનેક લોકોની જીંદગી કોરી ખાતા વ્યાજનું વિષચક્ર ફુલ્યુ છે.અનેક લોકોના ખિસ્સા ખંખેરાય રહ્યા છે ત્યારે મંદી ના માહોલ માં ધંધા રોજગાર માટે પૈસાની જરૂરીયાત વધી જતા અનેક લોકો નાણાની ધીરધાર કરનાર શખ્સો પાસે પહોંચી જાય છે પરિણામે વ્યાજે નાણાં લઇ જરૂરી મૂડી એકત્ર કરવાનો ટૂંકો અને સરળ રસ્તો અખત્યાર કરે છે ત્યારે આ લોકો દ્વારા કહી શકાય તેવા નબળા માણસોને ઓછા માં ઓછા ૧૦થી ૧૫ ટકા કરતા વધારે તોતિંગ વ્યાજ પર નાણાં આપવામાં આવર છે.સમયાંતરે મુદ્દલ તો ઠીક પણ વ્યાજની રકમ પણ ન ભરપાઈ કરી ન શકનાર વ્યક્તિ ચૂકવણી કરવા માટે ના છૂટકે કોઈ ગેરકાનૂની માર્ગ અપનાવે છે અથવા તો આત્મહત્યા કરવા પ્રેરાય છે ત્યારે હળવદમાં છેલ્લા ઘણા સમયથી વગર લાયસન્સ એ વ્યાજ વટાવ નો ગેરકાયદેસર ધંધા નો રાફડો ફાટયો છે. તેમ શેરીએ ગલીએ ચર્ચાઈ રહ્યું છે.
આધેડ ને પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અને આ વ્યાજ ચક્ર ના ભોગ બનનાર ના પરિવાર દ્વારા વ્યાજંકવાદી ઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરવામાં આવી રહી છે .