Thursday, January 9, 2025
HomeGujaratવાંકાનેરના તીથવા ગામે મોટરસાઇકલ અથડાવવા બાબતે નવ ઇસમો આધેડ અને તેના પરિવારજનો...

વાંકાનેરના તીથવા ગામે મોટરસાઇકલ અથડાવવા બાબતે નવ ઇસમો આધેડ અને તેના પરિવારજનો પર તૂટી પડ્યા

વાંકાનેરમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોટરસાઇકલ અથડાવવા બાબતે ૯ ઈસમોએ આધેડ તથા તેના પરિવારજનો પર હુમલો કર્યો હતો અને ગાળો બોલી લોંખડની કુંડળી વાળી પાઈપ તથા લાકડીઓથી માર મારી તથા પત્થરનો છુટા ઘા કરી આધેડ તથા તેના પરિવારજનોને ઇજા પહોંચાડતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં તીથવા ખાતે રહેતા યાકુબભાઈ અલીભાઈ આહમદભાઈ વકાલીયા પોતાનુ મોટર સાયકલ લઇને તીથવાથી કોઠારીયા જવાના કાચા રસ્તે બાકરોલીયા મંજુર હુસેનભાઈની વાડી પાસે જતા હતા. તે દરમ્યાન કાળુ નંદા ભરવાડના ઘેટા સાથે ફરીયાદીનુ મોટર સાયકલ અડતા દિનેશભાઈ તેજાભાઈ બાંભવા, કમલેશભાઈ સાદુળકુંભા, હરેશ દેવા, હીરા વાલા, રઘુ કેવા ભગુ, ભરત મસરૂ વરમા, બાબુ મસરૂ વરમા તથા કુકો રાણી (રહે બધા તીથવા તા.વાંકાનેર જી.મોરબી) નામના આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને તેમજ સાહેદોને ભુંડા બોલી ગાળો આપી લોંખડની કુંડળી વાળી પાઈપ તથા લાકડીઓથી માર મારી તથા પત્થરનો છુટા ઘા કરી સાહેદોને ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!