મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા ક્રેઇન ચાલકે પોતાની ક્રેઇન પુરઝડપે ચલાવી રોડની સાઇડમા ઉભેલ આધેડ તથા તેની પત્નીને હડફેટે લઇ આરોપી સ્થળ પરથી ફરાર થઇ જતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના સ્કોટલેન્ડ સેનેટરી ઘુટુ ગામની સીમમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરનાં સોમજીભાઇ ખાનાભાઇ પારઘી તેમની પત્ની મંજુબેન સાથે પોતાની GJ-13-BA-8743 નંબરની મોટરસાઇકલ પર ઉચી-નીચી માંડલ ગામની વચ્ચે મોરબી હળવદ હાઇવે રોડ નોકેન સીરામીકના કારખાનાની સામે રોડ સાઈડમાં ઉભા હતા. ત્યારે અજાણ્યા ક્રેઇન ચાલક આરોપીએ પોતાના હવાલાવાળી GJ-36-S-2081 નંબરની ક્રેઇન પુરઝડપે અને ગફલતફરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફીકરાઇથી મોરબી તરફથી ચલાવી આવી આગળ ફરિયાદીના મોટરસાઇકલને પાછળના ભાગેથી હડફેટે લઇ એકસીડન્ટ કરતા ફરિયાદીને જમણા પગમા ઘુટીના નીચેના ભાગે ગંભીર ઇજા થતા ચુદાઇ ગયેલ અને મંજુબેનને શરીરે સામન્ય મુઢ ઇજા થતા બંનેને ૧૦૮ મા મોરબી સમર્પણ હોસ્પીટલ ખાતે દાખલ કરતા સારવાર દરમ્યાન ફરિયાદીનો જમણો પગ ઘુટીના ભાગેથી ઓપરેશન કરી કાપી નાખેલ છે. અને આ ક્રેઇન ચાલક આરોપી પોતાના હવાલાવાળી ક્રેઇન એકસીડન્ટ કરી નજીકના પોલીસ સ્ટેશનમા જાણ કર્યા વગર સ્થળ ઉપર મુકી નાશી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.