બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર રહેતા કીરીટભાઇ પ્રેમજીભાઇ પરમાર (ઉ.વ.૫૫) નામના આધેડ કોઈ કારણોસર ગઈકાલે તા. ૩૧ ના રોજ મોરબીના લાતી પ્લોટ શેરી.નં.૫માં આવેલ નવયુગ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં ગળેફાંસો ખાઇ જતા તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં તેમનો મૃતદેહ પીએમ અર્થે મોરબીની સરકારી હોસ્પીટલ ખસેડાયો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.