હળવદ તાલુકાના રણજીતગઢ ગામ નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવી ૪૫ વર્ષીય આધેડે આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
હળવદ તાલુકાના રણજીતગાઢ ગામે હળવદ-માળિયા હાઈવે પર આવેલ અશ્વશક્તિ રોટાવેટર કારખાના પાછળ આવેલી નર્મદા કેનાલમાં જયસુખભાઈ દુદાભાઈ વિઠલાપરા ઉવ.૪૫ રહે.કણબીપરા રામજી મંદિર પાસે હળવદ મૂળરહે. સુરેન્દ્રનગર જીલ્લાના પ્રાણગઢ ગામ વાળાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની રીતે પાણીમાં પડી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે મૃતકના પત્ની ગીતાબેન જયસુખભાઈ વિઠલાપરા પાસેથી હળવદ પોલીસે વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસ ચલાવી છે.









