Sunday, January 19, 2025
HomeGujaratહળવદના ઢવાણા ગામ નજીક રિવર્સ આવતા ડમ્પરે બાઈકને હડફેટે લેતા આધેડનું મોત

હળવદના ઢવાણા ગામ નજીક રિવર્સ આવતા ડમ્પરે બાઈકને હડફેટે લેતા આધેડનું મોત

મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જીલ્લાના પીપળા ગામે રહેતા સવજીભાઇ લાભુભાઇ ઓળકીયા ઉવ.૨૩ એ આરોપી ડમ્પર રજી.GJ-03-BV-8507ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.તા.૨૬ માર્ચના સવારના અગીયાર વાગ્યા આસપાસ આરોપી ડમ્પર ચાલકે ડમ્પર પાછળ જોયા વગર એકદમ બેદરકારીથી પુરઝડપે ડમ્પર રીવર્સમાં ચલાવી સવજીભાઈના પિતા લાભુભાઇના મોટર સાયકલ રજી નં.GJ-01-DQ-0886 સાથે ભટકાડતા લાભુભાઈ રોડ ઉપર નીચે પડી જતા ડમ્પર તેમની માથે ચડાવી તેઓના બન્ને પગે તથા હાથે તેમજ મોઢાના ભાગે હોઠ ઉપર ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં લાભુભાઈનું મોત નીપજ્યું હતું. બીજીબાજુ અકસ્માત સર્જી આરોપી ડમ્પર ચાલક પોતાનું ડમ્પર મુકી ઘટના સ્થળેથી નાસી ગયો હતો. ત્યારે સમગ્ર બનાવ મામલે હળવદ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!