Monday, December 23, 2024
HomeGujaratમાળિયા મી.નજીક કચ્છ નેશનલ હાઇવે પર બાઈક સ્લીપ થતા આધેડનું મોત :...

માળિયા મી.નજીક કચ્છ નેશનલ હાઇવે પર બાઈક સ્લીપ થતા આધેડનું મોત : એક ઈજાગ્રસ્ત

માળીયા મી.માં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કચ્છ નેશનલ હાઇવે રોડ પર ભીમસર ઓવર બ્રીજ પાસેથી પુરપાટ ઝડપે જતી મોટરસાઇકલનાં ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ હતી. જેના કારણે મોટરસાઇકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં ઘુટુ દાડમાદાદાના મંદીર પાસે રહેતા પ્રતાપભાઇ જેરામભાઇ સુડાણી ગત તા.૨૨/૦૮/૨૦૨૩ ના સાંજના સમયે પોતાની જી.જે.-૧૩-એ.એન.-૯૧૭૫ નંબરની મોટરસાઇકલ લઈ કચ્છ નેશનલ હાઇવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ભીમસર ઓવર બ્રીજ પહેલા કે.જી.એન. હોટલ પાસે તેણે પોતાની મોટરસાઈકલ ફુલસ્પીડમા ચલાવી જતા મોટરસાઇકલ પરથી કાબુ ગુમાવતા મોટર સાયકલ સ્લીપ મારી જતા ડીવાઈડર સાથે ભડકાતા મોટરસાઈકલ ચાલક પ્રતાપભાઈને કિડની તથા ફેફસામા તથા પાસળીમા ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું. જયારે ધીરૂભાઇ નરશીભાઇ દન્તેસરીયા (રહે.ઘુટુ ડરમાડાડાના મંદીરની પાછળ તા.જી.મોરબી)ના પગમા તથા માથામા સામાન્ય ઇજા પહોચાડતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે માળીયા મી. પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!