મોરબી જિલ્લામાં અકાળે મોતનાં બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. તેવામાં ગઈકાલે હળવદનાં માથક ગામની સીમમાં ઇલેકટ્રીક શોક લાગતા આધેડનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાનાં વાંકાનેરમાં રહેતા જીવરાજભાઇ નાનજીભાઇ પારજીયા નામનો આધેડ ગત તા.૨૪/૧૧/૨૦૨૨ ના રોજ ખુમાનભાઇ વજાભાઇ અસવારની વાડીએ ઝાડ કાપતા ઇલેકટ્રીક કટરમા કોઇ કારણસર ઇલેકટ્રીક શોક લાગતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.