Saturday, July 27, 2024
HomeGujaratમોરબી તાલુકાના નીચી માંડલ ગામે ટાંકાની પાઇપ રીપેર કરતા આધેડનું પગ લપસતાં...

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે ટાંકાની પાઇપ રીપેર કરતા આધેડનું પગ લપસતાં માથામાં ઇજા પહોંચતા મોત

મોરબીનાં નીચીમાંડલ ગામેથી વધુ એક અકસ્માતે મોતની ઘટના સામે આવી છે. જેમાં પાણીના ટાંકાની પાઇપ રીપેર કરતા શખ્સનું અચાનક પગ પાસ્તા નીચે પટકાયા હતા. જેમાં તેમનું માથામાં ગંભીર ઇજા પહોંચતા ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના નીચી માંડલ ગામે રહેતા ચંદુલાલ દેવજીભાઇ કુડારીયા ગત તા-૦૬/૧૨/૨૦૨૨ ના સવારના આશરે સાડા આઠેક વાગ્યાની આસપાસ નીચી માંડલ ગામે તેમના રહેણાક મકાને ફળીયામા આવેલ સંડાસ બાથરૂમની છત ઉપર ચડી પાણીના ટાંકાની પાઇપ રીપેર કરતા હતા ત્યારે અચાનક કોઇ કારણોસર પગ લપસતા નીચે પડતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેના કારણે તેમને પ્રથમ મોરબી સમર્પણ હોસ્પીટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ વધુ સારવાર માટે ત્યાથી સેલસ હોસ્પીટલ રાજકોટ ખાતે સારવારમા દાખલ કરતા ત્યા ચાલુ સારવાર દરમ્યાન ગઇ તા-૦૯/૧૨/૨૦૨૨ ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઇ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!