Monday, November 18, 2024
HomeGujaratવાંકનેરનાં આધેડનું હાર્ટ એટેકથી મોત : મોરબી જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ...

વાંકનેરનાં આધેડનું હાર્ટ એટેકથી મોત : મોરબી જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ અકાળે મોતના બનાવો નોંધાયા

મોરબી જિલ્લામાં આપઘાત અને અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં ત્રણ અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબીનાં અમ્રુત હાઇટ્સ ૭૦૩ ભુમી ભકિત સોસાયટી રવાપર ઘુનડા રોડ રવાપર ખાતે રહેતા નટવરલાલ સાગરચંદ ગામી નામના વૃધ્ધ ગઈકાલે પોતાના ઘરે બાથરૂમમાં પડી જતા કપાળના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સરાકારી હોસ્પિટલ મોરબીમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમેને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.

બીજા બનાવમા, વાંકાનેરનાં કયુરેટા કારખાનું જેતપરડા રોડ ખાતે રહેતા મૂળ એમ.પી.નો યુવક સંજયભાઇ હીમતાભાઇ પરમાર તથા જાંજભાઇ નાથાભાઇ પરમાર (રહે. પાડધરા ખાણ વિસ્તાર વાંકાનેર)ને પાડધરા અને ભેરડા વચ્ચે કોઇપણ કારણોસર સીમમાં અકસ્માતે ઇલેકટ્રીક શોર્ટ લાગ્યો હતો. જેને લઈ બંનેને તાત્કાલિક હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે સંજયભાઇને મૃત જાહેર કર્યા હતા. જયારે જાંજભાઇની હજુ સારવાર ચાલુ છે. ત્યારે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા બનાવમા, બનાસકાંઠાનાં ભાંભોર ખાતે રહેતા રાજેશભાઇ ધીરજલાલ ઠક્કર નામના વૃધ્ધ કારમાં માટેલથી ચોટીલા જતા હતા. ત્યારે કેરાળાના બોર્ડ પાસે પહોચતા એટેક આવતા તેમને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે વૃધ્ધને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!