Thursday, December 26, 2024
HomeGujaratમોરબીના જૂના બસ સ્ટેન્ડમાં માતેલા સાંઢની જેમ દોડતી એસ.ટી બસ હડફેટે આધેડનું...

મોરબીના જૂના બસ સ્ટેન્ડમાં માતેલા સાંઢની જેમ દોડતી એસ.ટી બસ હડફેટે આધેડનું કમકમાટી ભર્યું મોત

મોરબીમાં એક ગંભીર રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરમાં એસ.ટી. બસચાલકની ગંભીર બેદરકારીને લીધે અકસ્માત સર્જાયો છે. જેમાં બસની રાહ જોઈ રહેલ આધેડને બસે યમરાજ બનીને આવી ચડી આધેડને હડફેટે લીધો હતો. જેના કારણે આધેડનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના બક્ષીશેરી ગ્રીનચોક પાસે રહેતા નીશીતભાઇ રાણપરાના પિતા વિનોદકુમાર રાણપરા ગત તા.૩૦/૧૦/૨૦૨૨ ના રોજ મોરબી જુના બસસ્ટેન્ડના ગ્રાઉન્ડમાં બસની રાહ જોઇને ઉભા હોય તે સમયે જીજે.૧૮.ઝેડ.૦૭૬૩ નંબરની એસ.ટી. બસના ચાલકે એસ.ટી. બસ બેદરકારી પુર્વક લોકોની જીંદગી જોખમાઇ તે રીતે મોરબી જુના બસસ્ટેશનના પાછળના ગેટ તરફથી મોરબી જુના બસસ્ટેન્ડના ગ્રાઉન્ડમાં પુરઝડપે ચલાવીને આધેડને અથડાવી પછાડી દઇ શરીરના ભાગે છોલછાલ ઇજા તેમજ પેટના ભાગે ગંભીર ઇજા પહોચાડતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનોનોંધવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!