મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પરથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટેઈલર ચાલકની બેદરકારીને કારણે ટેઈલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર આધેડનુ ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજતા સમગ્ર મામલે મૃતકનાં પુત્ર દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના ખીજડીયા ખાતે રહેતા ઉપેન્દ્રભાઇ સોલંકી ગત તા.૧૧/૦૪/૨૦૨૩ ના રાત્રીના સમયે પોતાનું GJ 36 H-3812 નંબરનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ લઈ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ભા.જાબુડીયા ગામના પાટીયા પાસે પુરઝડપે આવતા GJ-12-BW-3332 નંબરના ટેઇલરના ચાલકે સાઇડ સીગનલ બતાવ્યા વગર પોતાની ગાડી ચલાવી ઉપેન્દ્રભાઇ ચકુભાઇ સોલંકીની મોટરસાઈકલને હડફેટે લેતા આધેડને નાકના ઉપરના ભાગે ગંભીર ઈજા થતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે મૃતકનાં પુત્ર સીધ્ધરાજભાઇ ઉર્ફે શામો ઉપેન્દ્રભાઇ સોલંકી દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.