મોરબીમાં અકસ્માતે મોતનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે લીલાપર – જોધપર રોડ પર તીર્થક પેપરમીલમાં પેપર રોલ નીચે દબાઈ જતા એક આધેડનુ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના લીલાપર ચોકડી હનુમાન મંદીર પાસે લીલાપર ગામમાં રહેતા જાનુકીપ્રસાદ કરણસિંહ મધુકર નામનો આધેડ તિર્થક પેપર મીલના ફિનીસીંગ વિભાગમાં મજુરી કરતો હતો દરમ્યાન કટર નંબર-૨ ની બાજુમાં પેપર રોલ મુકવાની જગ્યાએ નીંદર આવતા સુઇ જતા તે જગ્યાએ પેપર રોલ પુરો થતા મશીન એરીયાની ઈલેકટ્રીક ક્રેઈનથી બીજો પેપર રોલ આશરે ૮ ટનનો લગાવવાનો હોય તે પેપર રોલની જગ્યાએ પેપર રોલ ક્રેઇનથી મુકવા જતા પેપર રોલ નીચે દબાઈ જતા આધેડને શરીરે ગંભીર ઇજા થતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેને લઈ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.