મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સમજુબા સ્કુલની બાજુમાં ભુમી મેડીકલ ઉપર રહેતા રમેશભાઈ ધનજીભાઈ દઢાણીયા ઉવ.૪૯ પોતાના ઘરે હોય ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો થતા તેમને તાત્કાલિક સારવાર માટે ઓટો રિક્ષા મારફતે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવતા જ્યાંથી વધુ સારવારમાં મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા ફારા પરના ડોક્ટરે રમેશભાઈને જોઇ તપાસીને મરણ જાહેર કરતા એ ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.